Breaking
Loading...
Menu

Monday, September 2, 2019

ગુજરાતમાં કઈ તારીખે કઈ જગ્યાએ પડી શકે છે ધોધમાર વરસાદ? હવામાન વિભાગે કરી મોટી આગાહી

ગુજરાતમાં કઈ તારીખે કઈ જગ્યાએ પડી શકે છે ધોધમાર વરસાદ? હવામાન વિભાગે કરી મોટી આગાહી


હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસોમાં રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. તેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.

અમદાવાદ: 
હાલ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ અને અન્ય કેટલાંક વિસ્તારોને છોડીને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસોમાં રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. તેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સોમવારે ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદ પડવાનું ચાલુ રહેશે. આ તાલુકાઓમાં કોઈ પણ જગ્યાએ ભારે વરસાદ પણ થઈ શકે છે. 

આ ઉપરાંત મંગળવાર અને બુધવારે મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ અને મહિસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, ગુરૂવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે.


ગુજરાતમાં થોડા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે હાલ ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને આ વરસાદી સિસ્ટમના કારણે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉતર ગુજરાતમાં પણ 3થી 5 સપ્ટેમ્બર ભારે વરસાદ થશે.




SHARE THIS

Author:

Etiam at libero iaculis, mollis justo non, blandit augue. Vestibulum sit amet sodales est, a lacinia ex. Suspendisse vel enim sagittis, volutpat sem eget, condimentum sem.

0 coment rios: