Latest Posts
Thursday, May 20, 2021
Saturday, May 8, 2021
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં વાતાવરણને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે, રાજ્યમાં બે દિવસ આકરો ઉનાળો રહેશે. અને બે દિવસ બાદ કમોસમી વરસાદ પડશે. હળવા વાવાઝોડા સાથે માવઠાની પણ આગાહી કરાઇ છે. રાજ્યમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની અસર રહેશે. ડાંગ, તાપી, જૂનાગઢ અને અમરેલી સહિતમાં કમોસમી વરસાદ પડશે.
અમદાવાદમાં આંશિક લોકડાઉન અને ગરમીની અસર જોવા મળી. બજારો બંધ રહેતા ટ્રાન્સપોર્ટેશન પણ અટક્યું છે. ત્યારે અમદાવાદમાં 24 કલાક ધમધમતા રસ્તાઓ ક્યાંક સૂમસામ જોવા મળ્યા હતા. તો ક્યાંક રસ્તા પર ટ્રાફિકમાં ઘટાડો જોવા મળ્યો હતો.
તો બીજી તરફ સૌરાષ્ટ્રના અનેક પંથકમાં ભરઉનાળે છેલ્લા એક સપ્તાહમાં વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે કેરીના પાકને મોટી નુકસાનીની ભીતિ છે. ઉનાળામાં કેરીની આવકના આધારે અનેક ખેડૂતોનું આખું વર્ષ ચાલતું હોય છે. અને આ સમયમાં જ કમોસમી વરસાદના કારણે પાકની નુકસાની ખેડૂતોને માર પાડે છે.
હવામાન વિભાગની આગાહીની ગણતરીની કલાકોમાં ધોળકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. કોઠ ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. જો કે કમોસમી વરસાદ થતાં ઉનાળું પાકમાં નુકસાન થયું છે.
Saturday, March 28, 2020
કનીકા કપુર નો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો પરંતુ શું છે રાહતના સમાચાર તે પણ જોઈ લો
➡ કનીકા કપુર જ્યારે ટેસ્ટ કરવામાં આવે ત્યારે તે રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.
વિડીયો જૂઓ..👇👇
➡જણાવ્યા મુજબ ૯ માર્ચ ના રોજ કનીકા કપુર લન્ડન થી ભારત પરત આવી હતી.જ્યારે તેનો ટેસ્ટ કરાવવામાં આવ્યો ત્યારે તે કારોના પોઝિટિવ નીકળ્યો .આ વાત તે છુપાવી રહી હતી .પરત આવ્યા બાદ તેણે ભારતમાં ઘણી પાર્ટીઓ કરી અને ઘણા લોકોને આ રોગ પણ ફેલાવ્યો..
➡કનિકા કપૂરના કારોના પોઝિટિવ છે તે જાણીને તેના ફેન્સને ઘણું દુઃખ પહોંચ્યું છે ..
➡ સારી વાત કરવામાં આવે તો કનીકા કપુર અને તેની સાથે રહેલા દર્દીઓની સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે.
Thursday, February 6, 2020

દિલ્હી વિધાનસભાની ચૂંટણી: પ્રચાર પડઘમ શાંત, 8 ફેબ્રુઆરીએ થશે મતદાન
દિલ્હી વિધાનસભા ચૂંટણીના આજે પ્રચાર પડઘમ શાંત થયા છે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે તમામ પાર્ટીઓએ પૂરી તાકાત લગાવી દીધી હતી.

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીના આજે પ્રચાર પડઘમ શાંત થયા છે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે તમામ પાર્ટીઓએ પૂરી તાકાત લગાવી દીધી હતી. દિલ્હીના રસ્તાઓ પર રોડ શો, જનસભા, ભાષણના માધ્યમથી નેતાઓ પ્રચાર કરતા જોવા મળ્યા હતા.
ભારતીય જનતા પાર્ટી તરફથી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ,લોજપા અધ્યક્ષ ચિરાગ પાસવાન, સની દેઓલ અને મનોજ તિવારી સહિતના નેતાઓ ચૂંટણી પ્રચાર કરતા જોવા મળ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટી તરફથી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત તમામ ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર કર્યો હતો. કૉંગ્રેસના કોઈ મોટા નેતા અંતિમ દિવસના ચૂંટણી પ્રચારમાં જોવા નહોતા મળ્યા.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 8 ફેબ્રુઆરીના મતદાન યોજાશે. જેને લઈને 2689 સ્થળો પર 13750 મતદાન કેંદ્ર બનાવવામાં આવ્યા છે. ચૂંટણી કરાવવા માટે ચૂંટણીપંચ આશરે 70 કરોડનો ખર્ચ કરશે. 8 ફેબ્રુઆરીના સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. 11 ફેબ્રુઆરીના પરિણામ જાહેર થશે.
Saturday, January 25, 2020
જમ્મુ કાશ્મીરના પુલવામામાં સેના અને આતંકી વચ્ચે અથડામણ
ગુપ્તચર દળોને એવી માહિતી મળી હતી કે હરિગામમાં આતંકવાદીઓ છૂપાયા છે. સિક્યોરિટી દળોએ તરત હરિગામને ઘેરી લીધું હતું અને આતંકવાદીઓને શરણે થવાની ચેતવણી આપી હતી.
Thursday, January 16, 2020
ગુજરાતનાં વીજ ગ્રાહકોને રૂપાણી સરકારે આપી રાહત, ઉર્જા મંત્રી સૌરભ પટેલે કરી આ જાહેરાત
ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના વીજ વપરાશ કરતા ગ્રાહકોને વીજ ભારણનો બોજો ભાવ વધારાના સ્વરૂપે વીજ ગ્રાહકો ઉપર ન પડે તે માટે ગ્રાહકોના હિતમાં ગુજરાત વીજ નિયમન આયોગ સમક્ષ વીજ ભાવ વધારો નહીં માંગવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનો નિર્ણય કર્યો છે.
ઊર્જામંત્રી સૌરભ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વીજ વીતરણ વ્યવસ્થાનું આધુનિકરણ કરવામાં આવશે. વીજ વીતરણ વ્યવસ્થાનું આધુનિકરણ થવાથી વીજ વિતરણ દરમિયાન થતા ‘વીજ વિતરણ લોસ’માં ઘટાડો થશે, વીજ ખરીદીમાં ઘટાડો તથા વીજ વિતરણ કંપનીઓની કાર્યશક્તિમાં વધારો થશે અને વીજ ભારણ સરભર કરી શકાશે.
૨૦૨૦-૨૧ માટે કુલ વસુલાત પાત્ર રાજસ્વની ૨કમ રૂા. ૫૨,૩૮૯ કરોડ થાય છે, જેની સામે હયાત વીજ દર અને મંજૂર કરેલ વીજ વેચાણ (૮૭,૮૨૪ મિલિયન યુનિટ્સ) મુજબ વીજ ગ્રાહક પાસેથી થનાર અંદાજીત આવક રૂા. ૫૧,૫૦૭ કરોડ થાય છે.
વર્ષ ૨૦૨૦-૨૧ માટે હયાત વીજ દર મુજબ ખાધની કુલ રકમ રૂા. ૮૮૨ કરોડ થાય છે.MYT રેગ્યુલેશન મુજબ આ ખાધની ૨કમ ગ્રાહકના વીજ દ૨માં વધારા રૂપે વસુલ કરવાની થાય છે. આ રૂા. ૮૮૨ કરોડની ખાધનું ભારણ જો તમામ કક્ષાના વીજ ગ્રાહકના દરમાં સમાન રીતે વધારો સૂચવવામાં આવે તો આશરે રૂા. ૦.૧૦ પ્રતિ યુનિટ થાય છે. જયારે આ ભારણ જો ખેત વિષયકે ગ્રાહકો સિવાયના અન્ય તમામ ગ્રાહકો પર લાદવામાં આવે તો આશરે રૂા. ૦.૧૩ પ્રતિ યુનિટ થાય છે.
સામાન્ય ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખતા અને વીજ દરના વધારાના ભારણથી મુક્ત રાખવાના આશયથી વીજ વિતરણ કંપનીઓએ વર્ષ ૨૦૧૮-૧૯ના ટ્રુ-અપ અને વર્ષ ૨૦૨૦-૨૧ના વીજ દર નક્કી કરવા માટે વીજ નિયમન આયોગ સમક્ષ દાખલ કરેલ પીટીશન અંતર્ગત વીજ દરમાં કોઈ વધારો માગ્યો નથી. આ રૂ. ૮૮૨ કરોડનું ભારણ વીજ વિતરણ કંપનીઓની કાર્યક્ષમતામાં સુધારો જેમ કે વીજ વિતરણ લોસમાં ઘટાડો તથા વીજ ખરીદીમાં ઘટાડો જેવા પગલાથી સરભર કરવામાં આવશે.