Breaking
Loading...
Menu

Sunday, November 24, 2019

સુરત: સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ નકલી નોટ અને પ્રિન્ટર સાથે ઝડપાયા

સુરત: સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ નકલી નોટ અને પ્રિન્ટર સાથે ઝડપાયા


- ખેડા જિલ્લાના ઠાસરાથી સાધુની અટકાયત કરી સુરત લવાયા







સુરત ક્રાઇમ બ્રાંચને થોડા સમય પહેલા જ જાણકારી મળી હતી કે, સુરતમાં મોટા પ્રમાણમાં નકલી ચલણી નોટો આવી રહી છે. તે અંગે સુરત ક્રાઇમ બ્રાંચ પોલીસ તપાસ કરતાં હતાં. જેમાં ગઇકાલે મોડી રાતે એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પૂછપરછમાં વડતાલનાં રાધારમણ સ્વામીનું નામ ખુલ્યું હતું.






જે બાદ ક્રાઇમ બ્રાંચે વિવિધ ટીમો બનાવીને ખેડા જિલ્લાનાં ઠાસરા ગામે પહોંચી હતી. જ્યાંથી સ્વામી રાધાસ્વામીની અટકાયત કરીને સુરત લઇ આવવામાં આવ્યાં છે. સ્વામી સાથે લાખો રૂપિયાની નકલી નોટો અને નોટો છાપવાનું પ્રિન્ટર પણ મળી આવ્યું હતું.


હાલ સુરત ક્રાઇમ બ્રાંચ સ્વામી રાધારમણનીપૂછપરછ કરી રહ્યાં છે. બની શકે કે આમાં મોટા ખુલાસાઓ સામે આવી શકે છે. આ યુવકની જેમ અન્ય કેટલા લોકો આ ગોરખધંધામાં સંડોવાયેલા છે તેની પણ માહિતી મેળવાશે. આ ઉપરાંત તેઓ આ ધંધા સાથે કેટલા સમયથી જોડાયેલા છે તેની પણ તપાસ કરવામાં આવશે.

મહત્વની વાત છે કે, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનાં સ્વામી રાધારમણ નકલી નોટો છાપતાની જાણકારી ફેલાતા આખા પંથકમાં ચકચાર મચી ગઇ છે.