Breaking
Loading...
Menu

Saturday, January 25, 2020

જમ્મુ કાશ્મીરના પુલવામામાં સેના અને આતંકી વચ્ચે અથડામણ

જમ્મુ કાશ્મીરના પુલવામામાં સેના અને આતંકી વચ્ચે અથડામણ


સેનાના ત્રણ આતંકવાદીને ઘેર્યા.
 જમ્મુકશ્મીરના પુલવામા વિસ્તારમાં સિક્યોરિટી દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ રહી હોવાની જાણકારી મળી હતી.




સિક્યોરિટી દળોએ ઓછામાં ઓછા ત્રણ આતંકવાદીને ઘેરી લીધા હોવાનું પ્રવક્તાએ કહ્યું હતુ. આ લખાઇ રહ્યું હતું ત્યારે સામસામા ગોળીબાર ચાલુ હતા. આ અથડામણ ત્રાલ વિસ્તારમાં થઇ રહી હતી.




ગુપ્તચર દળોને એવી માહિતી મળી હતી કે હરિગામમાં આતંકવાદીઓ છૂપાયા છે. સિક્યોરિટી દળોએ તરત હરિગામને ઘેરી લીધું હતું અને આતંકવાદીઓને શરણે થવાની ચેતવણી આપી હતી.





જવાબમાં આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યા હતા. સિક્યોરિટી દળોએ એનો જવાબ આપવા વળતા ગોળીબાર શરૂ કર્યા હતા. આમ સામસામે ગોળીબાર ચાલુ થયા હતા. સ્થાનિક લોકો ડરીને પોતપોતાના ઘરોમાં બેસી રહ્યા હતા.





અત્યાર અગાઉ શુક્રવારે સાંજે આતંકવાદીઓએ શ્રીનગરના ડાઉનટાઉન વિસ્તારમાં નૂરબાગના એક પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ ફેંકતાં બે જવાનો સહિત ત્રણ વ્યક્તિને ઇજા થઇ હતી. ત્યારબાદ સિક્યોરિટી દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો હતો.








Thursday, January 16, 2020

ગુજરાતનાં વીજ ગ્રાહકોને રૂપાણી સરકારે આપી રાહત, ઉર્જા મંત્રી સૌરભ પટેલે કરી આ જાહેરાત

ગુજરાતનાં વીજ ગ્રાહકોને રૂપાણી સરકારે આપી રાહત, ઉર્જા મંત્રી સૌરભ પટેલે કરી આ જાહેરાત



ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના વીજ વપરાશ કરતા ગ્રાહકોને વીજ ભારણનો બોજો ભાવ વધારાના સ્વરૂપે વીજ ગ્રાહકો ઉપર ન પડે તે માટે ગ્રાહકોના હિતમાં ગુજરાત વીજ નિયમન આયોગ સમક્ષ વીજ ભાવ વધારો નહીં માંગવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનો નિર્ણય કર્યો છે.


ઊર્જામંત્રી સૌરભ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વીજ વીતરણ વ્યવસ્થાનું આધુનિકરણ કરવામાં આવશે. વીજ વીતરણ વ્યવસ્થાનું આધુનિકરણ થવાથી વીજ વિતરણ દરમિયાન થતા ‘વીજ વિતરણ લોસ’માં ઘટાડો થશે, વીજ ખરીદીમાં ઘટાડો તથા વીજ વિતરણ કંપનીઓની કાર્યશક્તિમાં વધારો થશે અને વીજ ભારણ સરભર કરી શકાશે.


૨૦૨૦-૨૧ માટે કુલ વસુલાત પાત્ર રાજસ્વની ૨કમ રૂા. ૫૨,૩૮૯ કરોડ થાય છે, જેની સામે હયાત વીજ દર અને મંજૂર કરેલ વીજ વેચાણ (૮૭,૮૨૪ મિલિયન યુનિટ્સ) મુજબ વીજ ગ્રાહક પાસેથી થનાર અંદાજીત આવક રૂા. ૫૧,૫૦૭ કરોડ થાય છે.


વર્ષ ૨૦૨૦-૨૧ માટે હયાત વીજ દર મુજબ ખાધની કુલ રકમ રૂા. ૮૮૨ કરોડ થાય છે.MYT રેગ્યુલેશન મુજબ આ ખાધની ૨કમ ગ્રાહકના વીજ દ૨માં વધારા રૂપે વસુલ કરવાની થાય છે. આ રૂા. ૮૮૨ કરોડની ખાધનું ભારણ જો તમામ કક્ષાના વીજ ગ્રાહકના દરમાં સમાન રીતે વધારો સૂચવવામાં આવે તો આશરે રૂા. ૦.૧૦ પ્રતિ યુનિટ થાય છે. જયારે આ ભારણ જો ખેત વિષયકે ગ્રાહકો સિવાયના અન્ય તમામ ગ્રાહકો પર લાદવામાં આવે તો આશરે રૂા. ૦.૧૩ પ્રતિ યુનિટ થાય છે.

સામાન્ય ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખતા અને વીજ દરના વધારાના ભારણથી મુક્ત રાખવાના આશયથી વીજ વિતરણ કંપનીઓએ વર્ષ ૨૦૧૮-૧૯ના ટ્રુ-અપ અને વર્ષ ૨૦૨૦-૨૧ના વીજ દર નક્કી કરવા માટે વીજ નિયમન આયોગ સમક્ષ દાખલ કરેલ પીટીશન અંતર્ગત વીજ દરમાં કોઈ વધારો માગ્યો નથી. આ રૂ. ૮૮૨ કરોડનું ભારણ વીજ વિતરણ કંપનીઓની કાર્યક્ષમતામાં સુધારો જેમ કે વીજ વિતરણ લોસમાં ઘટાડો તથા વીજ ખરીદીમાં ઘટાડો જેવા પગલાથી સરભર કરવામાં આવશે.